શિક્ષક વિશે કહેવાયુ છે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મે પલતે હે” દેશના ભાવિ નાગરિકનુ ભવિષ્ય નિર્માણ કરવાની જવાબદારી જેમના શિરે છે. ત્યારે પંચમહાલ જિલ્લામા શિક્ષકજગતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમા મૂળ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાધવના મુવાડા ગામના વતની અને પંચમહાલ જિલ્લા કવાલી પ્રાથમિક શાળા તા.શહેરામાં ફરજ બજાવતા રામકિસન શનાભાઈ પટેલ શિક્ષકને પાવાગઢ પોલીસે ડુપ્લીકેટ નોટ વટાવવા ફરતો હોય જેને ફોરેસ્ટ નાકા પાસેથી ૯૫૦૦ રૂપીયાની ડુપ્લીકેટ નોટ સાથે ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાવાગઢ પોલીસને બાતમી મળી હતી કે મહિસાગરના લુણાવાડાના રાધવના મુવાડા ગામે રહેતા અને કવાલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રામકિશન શનાભાઇ પટેલ પાવાગઢ ખાતે ડુપ્લીકેટ નોટ વટાવવા ફરી રહ્યો છે. તેવી બાતમીના આધારે પાવાગઢ ફોરેસ્ટ ટોલ નાકા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે ઝડપેલ શિક્ષક પાસેથી રૂપીયા ૧૦૦ની ૧૩ નોટ, રૂપીયા ૨૦૦ની ૩૬ નોટ અને ૫૦૦ રૂપીયાની બે નોટો મળી ૯૫૦૦ રૂપીયાની ડુપ્લીકેટ નોટ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પાવાગઢ યાત્રાધામ ખાતે ડુપ્લીકેટ નોટ વટાવી નાખવાની પેરવીમાં આવેલા શિક્ષકને પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસ દ્વારા આરોપી શિક્ષકને કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ સરકારી કવોરન્ટાઈન કરવામાં આવ્યો છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યકિત કેટલા સમયથી ડુપ્લીકેટ નોટ વટાવાના ધંધા સાથે સંકળાયેલ છે. તેની સાથે અન્ય કેટલાક વ્યકિત મળેલા છે. ડુપ્લીકેટ નોટ કયાંથી આવી ? કોના દ્વારા લાવવામાં આવી છે. તે તમામ બાબત પોલીસ તપાસ બાદ ખુલવા પામશે શિક્ષક જેવા પવિત્ર વ્યવસાય સાથે જોડાયેલ વ્યકિત દ્વારા ડુપ્લીકેટ નોટ વટાવવાની પેરવીમાં પકડાઈ જતાં પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠિયું છે.