રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકા દ્રારા બે દિવસ થી ડોર ટુ ડોર કચરો લેવાનો બંધ કરાતા, શહેરમાં રોગચાળાની દહેશત ફેલાઈ તેવી શક્યતા. છેલ્લા પાંચ મહીનાથી સળગતો ઘન કચરાનો પ્રશ્ન હજુ યથાવત.
વિવિધ ગામોમા જગ્યા ફાળવેલ છતાં સમસ્યા યથાવત છે. જુનાગઢ જિલ્લા કલેકટર દ્રારા ફાળવેલ જગ્યાનુ વારંવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકીય પ્રેશરને પગલે અધિકારીઓની પીછેહઠ. પાલીકાને ઘન કચરા મામલે મકતુપુર ખાતે ફાળવેલ જમીનમા પણ ગામ લોકોનો વિવાદ હોવાથી કચરો ઠાલવી ન શકાતા શહેરમાથી કચરો લેવાનુ બંધ કરાતા શહેરીજનોમા રોગચાળાનો ભય. હાલ ચોમાસાની સીઝન શરુ થઈ છે ત્યારે કચરો ઉપાડવાનુ બંધ કરાયો છે. જિલ્લા કલેકટર અને ચીફ ઓફીસર સંકલન દ્રારા તાત્કાલિક નિરાકરણ આવે તેવી લોક માંગણી.
હાલ તો શહેરની એક લાખ જેટલી વસ્તીના સ્વાસ્થ્યની ચિંતા ઉપ.અધિકારીઓ કરે તે જરુરી.