રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા : ગુજરાત પ્રાંત અંતર્ગત નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર અને નાંદોદ તાલુકાના પદાધિકારીઓની વર્ષ ૨૦-૨૨ માટે ની વરણી કરવામાં આવી હતી જેમાં નર્મદા જીલ્લા સંયોજક તરીકે પ્રવિણસિંહ વી.ગોહિલ તેમજ સંયોજક રાજપીપળા શહેર અને તાલુકા મહેશભાઇ ઋષિ જવાબદારી સોંપવામાં આવી છે સહસંયોજક પ્રેગ્નેશભાઈ રામી, કાર્યકારીણી સદસ્ય યોગેશભાઈ પટેલ, દિપલભાઈ સોની, પ્રેમસિંહ વસાવા ,સુજલભાઈ મિસ્ત્રી આ મુજબ વરણી કરાઈ હતી.મધુકરભાઈ પાઠક પ્રાંત અધ્યક્ષ ની જવાબદારી ઉપરાંત સમગ્ર રાજપીપળા અને નર્મદા જિલ્લા ના માર્ગદર્શક તરીકે આ કારકારીણી ને સમય સમય પર દિશાદર્શન કરશે તેમ જાણવા મળ્યું છે.