રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અકુવાડા ગામમાં કરંટ લાગતા માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું.અકુવાડામાં રહેતા રાજેન્દ્રભાઇ લલ્લુભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમના ફળિયાના બળદેવભાઇ ચંદ્રસિંગભાઈ વસાવાએ પોતાના જવારના ઉભા પાકને ભૂંડો ન બગાડે એ માટે વાડામાં તાર બાંધી તેમાં ઇલેક્ટ્રીક કરંટ ચાલુ કર્યો હતો. જોકે પોતે જાણતા હતા કે આમ કરંટ મુકતા અન્ય માટે પણ એ જીવલેણ સાબિત થઈ શકે છે છતાં પોતાનો જુવારનો પાક બચાવવા આ યુક્તિ વાપરતા ઘરના વાડાને ફરતે લાકડાના ખુંટા લગાડી તેની સાથે તાર બાંધી તેમાં ઇલેક્ટ્રીક્ટ કરંટનો સપ્લાય આપતા રાજેન્દ્રભાઇનો પુત્ર આયુષ(ઉ.૧૦) ફળિયાના બીજા છોકરાઓ સાથે રમતો હોય એ સમયે વાડાને ફરતે લગાવેલા તારમાં આયુષને કરંટ લાગતા તેનું મોત થયું હતું. આ બાબતે આમલેથા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.