મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકમાં વાહન લે વેચ લેવડદેવડની સામાન્ય બાબતની તકરારમાં ઉગ્ર બોલચાલ અને મારામારી થતાં પોલીસ ફરિયાદ નોધાઇ

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા મુકામે કરિયાણાની દુકાન ચલાવતા નટવરલાલ દસુખભાઈ રાણા પોતાની દુકાનમાં બપોરના સમયે સ્વજનો સાથે વાતચીત કરતાં હતાં એ સમયે ૧. કરણભાઈ સુરેશભાઈ ભોઈ ૨. મિહિરરાજ વિઠ્ઠલભાઈ પગી ૩. વિજયરાજ વિઠલભાઈ પગી.
અચાનક ઘૂસી આવેલા અને કંઈપણ પૂછ્યા વિના બીભત્સ ગાળો બોલી અને મારામારી કરવા લાગ્યા અને ધમકી આપી હતી કે તમારું ડી.જે તથા વાહન અમારા નામે કરી આપો નહિ તો તમારા નોકરી જવાના સ્થળે જાનથી મારી નાખીશું. અચાનક આવી ગયેલા ફરિયાદીના ભાઈને પણ ત્રણે વ્યક્તિએ લાકડી અને પાઇપ થી માર માર્યો. ત્યારબાદ વધુ તોફાન કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને મામલો શાંત કર્યો હતો. આ બાબત અંગે લુણાવાડા પોલીસ મથકે જાણ થતાં પોલીસ દ્વારા ધરપકડ કરી ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *