રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
રાજય સરકારના ગૃહવિભાગના ઠરાવથી 13 સભ્યોની નિમણૂકમાં પત્રકાર મિતેષ પરમારની પસંદગી
ગુજરાત રાજય સરકારના ગૃહવિભાગના ઠરાવથી રાજયના એકતા સમિતી, જિલ્લા એકતા સમિતી અને શહેર એકતા સમિતીની રચના કરવાની સૂચના મુજબ ગીર સોમનાથ જિલ્લામાં પણ “શહેર એકતા સમિતી” ની રચના કરવામા આવેલ છે. સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ દ્રારા ” શહેર એકતા સમિતી ” ની રચના ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બનાવવામા આવેલ છે.
જેમા, પ્રાંત અધિકારી તથા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ વેરાવળ, નાયબ પોલીસ અધિક્ષક(વેરાવળ) ,મામલતદાર (વેરાવળ), ચીફ ઓફિસર વેરાવળ નગરપાલિકા, સાસંદ રાજેશભાઈ ચુડાસમા, રાજયસભાના સાસંદ, ચુનીભાઇ ગોહેલ, નગરપાલિકા પ્રમુખ, મંજુલાબેન સુયાણી, ગીર સોમનાથ જીલ્લા , દીવ પત્રકાર સંઘ ( ABPSS) ના પ્રમુખ મિતેષ પરમાર, ગિરીશભાઈ ઠકકર, ચંદ્રકાંત ક્રીષ્નાણી, હિતેષ ચાંડપા, ગોવિંદભાઇ ચોપડા, ગીતાબેન પરમાર, વીરજીભાઇ જેઠવા, ભૂપતભાઈ કોડીયાતર, ઇમરાનભાઇ પંજા, મુકેશભાઈ સહીતની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતીના સભ્યો એ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જળવાઇ રહે તે માટે માગઁદશઁક સૂચનો તથા કોમવાદ, જ્ઞાતીવાદ,અને પ્રાદેશીકતાવાદ ને નાબૂદ કરી શાંતિ, એકતા અને સદભાવનાને વધુ મજબૂત બનાવવા માટે રચના કરવામા આવેલ છે.