રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 5 (ભીમ પરા)માં જવા માટેના રસ્તામાં દર. વર્ષે પાણી ભરાતા અને એ ગંદા પાણીમાં લોકો ને પગપાળા ચાલવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય. વોર્ડ નંબર ૫ ભીમ પરા વિસ્તારના જાગૃત નાગરિક અને યુવા આગેવાન રસિકભાઈ ચાવડા એ લગતા વળગતા અધિકારી ને જાણ કરતા અધિકારી દ્વારા ત્વરિત સૂચનાઓ આપતા આ વિસ્તારનો વર્ષો જૂના પ્રશ્ન નો અંત આવ્યો છે.