સત્તાવાર માહિતી મુજબ રાજકોટમાં ભૂકંપનો આંચકો ૫.૫ ની તીવ્રતાનો હતો જે ૦૮:૧૩ નોંધાયો. જેનું એપી સેન્ટર ભચાઉ નજીક આવેલ વોન્ધ હતું. પરંતુ આ ભુકંપના આંચકો રાજ્યના મોટા ભાગમાં અનુભવાયાનો અહેવાલ મળી રહ્યા છે. ભારતમાં બીજો ભુકંપનો આંચકો જમ્મુ એન્ડ કાશ્મીરમા આવ્યો. તેની તીવ્રતા ૨.૯ હતી જે ૦૮:૩૫ આવ્યો હતો. અમરેલી જીલ્લાના જાફરાબાદ પંથકમાં પણ ધરતીકંપ નો આંચકો આવ્યો હતો. ટીબી માં સાંજે ૦૮:૧૪ વાગ્યે ભુકંપ ના આચકા ના અનુભવથી લોકો ધરની બાહર નિકળી પડયા હતા. જાફરાબાદ પંથકમાં પણ ધરતીકંપનો આંચકો આવ્યો નો અનુભવ થતા મકાનની બાજુની દિવાલમાં તેમજ ધાબા ઉપર તીરાડ. તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા મનુભાઈ વાજા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.