રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લા હળવદ સહિત તમામ જિલ્લાઓમાં રાત્રે 8.15 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હળવદ નાઘણણા વિસ્તારોમાં લોકોને ભૂકંપના આંચકાનો અનુભવ થતા પોત પોતના ઘરમાંથી બહાર નિકળી આવ્યા હતા.
ગુજરાતમાં હાલ કોરોનાને કારણે લોકોની હાલત કફોડી જોવા મળી રહી છે. તેવામાં ભૂકંપના આંચકા આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘણા વિસ્તારોમાં લોકો પોતાના ઘરમાંથી બહાર મેદાનમાં પણ દોડી આવ્યા હતા. બિલ્ડીંગો હલવા લાગતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. મોરબીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધરા ધ્રૂજતાં લોકોમાં 2001ની યાદો થઈ ગઈ હતી
ગુજરાતમાં આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા 5.5.. એપી સેન્ટર કચ્છમાં નીકળ્યું.