રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવમાં અનલોક ફેઝ-વનમાં દીવ પ્રશાસન દ્વારા હોટેલો ખોલવાની પરવાનગી આપેલ હોવા છતાં દીવમાં હોટેલો ૩૦ જુન સુધી ખુલશે નહિ તેવું હોટેલ એસો.ના પ્રમુખે જણાવ્યું છે. આ ઉપરાંત હોટેલો નહિ ખોલવાના કારણમાં વધુમાં જણાવેલ કે, દીવનો મુખ્ય વ્યવસાય પર્યટક ઉપર આધારિત છે, પરંતુ હાલ દીવમાં પ્રવેશ માટે ઈ-પાસની પરવાનગી છે. આ ઉપરાંત બીચ ઉપર ફરવાની મનાઈ હોય, રાત્રીના સાત પછી કરફયુ હોય જેથી પર્યટકને બીચ ઉપર જવાની મનાઈ હોય, સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું હોય રાત્રીના સાત પછી કરફયુ હોય જેથી ટુરિસ્ટને દીવ આવી અને ફરવાની મઝા ન માણી શકે.