કોરોના વાઇરસની મહામારીના કારણે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. અનલોક ૧ માં પણ શાળાઓ હજુ સુધી ખોલવામાં આવી નથી. પણ હવે સ્કૂલો દ્વારા મનમાની શરૂ કરી દેવામાં આવી છે. તેવામાં સ્કૂલ સંચાલકોની મનમાની વચ્ચે વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાલીઓના હિતમાં ટઝટની ચર્ચામાં શિક્ષણમંત્રીએ ખાતરી આપી છે. ત્યારે સ્કૂલોની મનમાની મામલે શિક્ષણ સચિવ વિનોદ રાવે પણ અગાઉ કહ્યું હતું કે જો કોઈ સ્કૂલો ફી ઉઘરાવશે તો પગલા લેવામાં આવશે.પરંતુ શાળાઓ થકી ઓનલાઇન શિક્ષણ પદ્ધતિ કરવામાં આવી છે. તેઓ જે બાળક ની ફી બાકી હોય તે બાળકો ને શિક્ષણ આપતા નથી. શાળાઓ આવા કપરા સમય માં પણ પોતાનો ફાયદો જુએ છે. કોરોના મહામારી ના લીધે શાળાઓ બાળકોને ફોન,ટેબ,લેપટોપ,કમ્પ્યુટર વગેરે માં શિક્ષણ આપીશુ તેવું જણાવે છે પરંતુ જયારે આવી મહામારી ન હતી ત્યારે તેઓ જાતે જ શાળાઓ માં મિટિંગ કરી અને વાલીઓને જણાવતા હતા કે તમે બાળકો ને ફોન કે બીજી કોઈ વસ્તુ ન આપો તેના થી તેઓ પર ખરાબ અસર થશે તો શું હવે આ પદ્ધતિ થી બાળકો પર કોઈ ખરાબ અસર નહિ થાય? તેની જવાબદારી કોની? શાળાઓને માત્ર ફી થી જ લેવા દેવા છે તેવું લાગી રહ્યું છે.
રાજ્ય અને સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે, જેને લઇને લોકડાઉનની સ્થિતિમાં લોકોને આર્થિક ફટકો પણ પડ્યો છે. આ કપરા સમયમાં પણ સ્કૂલો કમાણી કરવા માગે છે. જોકે સરકાર દ્વારા રાશન, લાઇટ બિલ સહિત અનેક બોજને હળવા કરવા મદદ કરવામાં આવી છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી ગાંધીનગરની ડીપીએસ સ્કૂલ, અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરતમાં યુરો સ્કૂલ અને રાજ્યની અનેક ખાનગી શાળાઓમાં ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે. તેવા ભાજપના નેતા રાજુ ધૃવે ફી બાબતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ટેલિફોન પર વાત કરી હતી.જેને લઇને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ દ્વારા વાલીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે.
જેમાં ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કોઇ સ્કૂલ સંચાલક ફી માટે વાલીઓને દબાણ નહીં કરી શકે. સાથે માર્કશીટ કે લિવિંગ સર્ટી પણ નહીં અટકાવી શકે. સ્કૂલોએ સરકારે આપેલા આદેશોનું પાલન કરવું પડશે. મહત્વનું છે કે, આ અગાઉ શિક્ષણમંત્રીએ સપ્ટેમ્બર સુધી ફી ન ઉઘરાવવા માટે કહ્યું હતું. છતાં શાળાના સંચાલકો છે કે સરકારના નિયમોને પણ માનવા તૈયાર નથી. બસ તેમને પોતાના ખિસ્સા જ ભરવા છે.
સ્કૂલોની મનમાની મામલે શિક્ષણ સચિવ વિનોદ રાવે જવાબ આપતા કહ્યું કે જો કોઈ સ્કૂલો ફી ઉઘરાવશે તો પગલા લેવામાં આવશે.. કોઈપણ શાળા આ પ્રકારની ઉઘરાણી નહીં કરી શકે.. અને જો કોઈ શાળા ઉઘરાણી કરતી હશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે લોકો ફી આપી શકે તેવા હોય તો એ લોકો ફી ભરી શકે છે. પણ ન ભરી શકે તેવા વાલીઓ પર દબાણ ન કરવું જોઈએ.