બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ ત્રણેય મજૂરોને પીએમ અર્થે બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા…
અમરેલીના બગસરા તાલુકાના સુડાવડ ગામે આજરોજ આશરે બે વાગ્યાના સુમારે વાડીની અંદર પરપ્રાંતિય મજૂરો સુતા હતા તે દરમિયાન અચાનક પંખા ની અંદર શોર્ટસર્કિટ થતાં ત્રણ મજુરોના કમકમાટી ભર્યા મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ત્યારે હાલ ઘટનાની જાણ થતા બગસરા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને ત્રણેયને મજૂરોની ૧૦૮ મારફતે જ સિવિલ હોસ્પિટલ બગસરા ખાતે ખસેડી પીએમ અર્થે કાર્યવાહી હાથ ધરી ધરી છે.ત્યારે ઉલ્લેખનીય છે કે હાલ એક બાજુ કોરોનાવાયરસ ને દહેશત પછી પરપ્રાંતિય મજૂરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આવી બગસરા પંથકમાં અઘટિત ઘટના બનતા પરપ્રાંતિય મજૂર પરિવાર ઉપર આભ ફાટીયુ હોય તેવું અત્યારે કહી શકાય ત્યારે આ ઘટનાની જાણ થતા પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને અત્યારે હાલ બગસરા પંથકમાં થોડા દિવસ પહેલાં જ હામાપુર ગામે પણ આવી જ એક ઘટના બની હતી ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં ફરી બગસરા પંથકમાં આવી ઘટના બનતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે ત્યારે વધુ વિગત જાણતા સુડાવડ ગામના ખેડૂત ફુલાભાઈ રાઘવભાઈ ગજેરાની વાડીમાં ખેત મજૂરી અર્થે આવેલા એમ.પીના. મજુર પરિવાર રાગલયો ઉર્ફે રાજુ ઉવ.25 . જીગ્નેશ ઉવ. 4. રવિ ઉવ. 2. આ શોર્ટ સર્કિટની ઘટનામાં ત્રણેય ના કમાટી ભર્યા મૃત્યુ થયેલ છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ જવા પામી છે.