બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
અગાઉ ના સારવાર હેઠળ ના ચાર દર્દીઓ ને રજા અપાઈ અને પાંચ દર્દીઓ નવા આવતા હાલ ૮ દર્દીઓ સારવાર હેઠળ.
નર્મદા જિલ્લામા આજે શનિવાર ના રોજ કોવિડ 19 કોરોના પોઝિટિવ ના કુલ કેસ પાંચ પ્રકાશ મા આવતા જિલ્લા મા કુલ 30 કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.જેમાં હાલ ૭ દર્દીઓ રાજપીપળા ખાતે ની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતાં તેમાથી ચાર દર્દીઓ ને આજે રજા આપવા ની સાથે જ નવા પાંચ કેસો નો ઉમેરો થતા હાલ કુલ-૮ દર્દીઓ સારવાર હેઠળ છે.
નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા ના અકતેશ્વર ના (1) ચિરાગ ભરત પટેલ, અમદાવાદ તરફ થી આવેલાં હતા.(2) ગીરીશભાઈ મનસુખભાઈ તડવી, રહે ગડોદ કડી કલોલ તરફ થી આવ્યાં,(3)મનીષાબેન વિક્રમભાઈ તડવી, રહે.ઓરપા તેઓ સુરત થી આવેલાં (4) ઈલમભાઈ હીરા સીધી તેઓ રાજસ્થાન બાડમેર તરફ થી આવ્યાં હતા(5) લક્ષમણભાઈ ભાણાભાઈ તડવી,રહે.ખડગદા મુંબઈ થી આવેલા નું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું. આ તમામ ના સેમ્પલો તા.12જૂને રિપોર્ટ માં મોકલવામા આવેલા જેના રીપોર્ટ આજે તા.13 જૂન ના પોઝીટીવ આવ્યા હતાં.