નવસારી / વાંસદામાં ઇલે. સાધનોના ગોડાઉનમાં આગ, 5 ગામેથી ફાયર બ્રિગેડ દોડ્યું.

Latest

સુંદરબાપાર્ક સોસાયટીમાં ઇલેક્ટ્રોનિક ગોડાઉનમાં આગ લાગતા વાંસદા, નવસારી, ગણદેવી, ધરમપુર, બીલીમોરા સહિત વિસ્તારના અગ્નિશામક ઘટના સ્થળે પહોંચે તે પહેલાં વાંસદા ગ્રામ પંચાયતના અગ્નિશામકના કર્મીઓ સહિત સ્થાનિકોની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગને પગલે ગોડાઉન માલિકે વાંસદા પોલીસમાં અરજી કરી હતી.
વાંસદા નગરના નિવાસી શાળાની સામે બાલાજી ઇલેક્ટ્રોનિકની દુકાનના માલિક ભગવાનદાસ મગલદાસ વૈષ્ણવના ગોડાઉનમાં શોટસર્કિટને લઈ આગના ધુમાડાના ગોટેગોટા નીકળતા એકાએક દોડધામ મચી ગઈ હતી.

આગ લાગ્યાની વાતની જાણ નગરમાં થતાં લોકટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા
વાંસદા ગ્રામ પંચાયતના ડે. સરપંચ ધર્મેન્દ્રસિંહ સોલંકીને ફોન કરીને જાણ કરતા તાત્કાલિક અગ્નિશામક ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની જાણ નવસારીમાં થતા નવસારી, બીલીમોરા, ગણદેવી, ધરમપુર સહિત અગ્નિશામક આવે તે પહેલાં વાંસદા ગ્રામ પંચાયતના અગ્નિશામકથી સ્થાનિકોની મદદથી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ લાગ્યાની વાતની જાણ નગરમાં થતાં લોકટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. વાંસદા ગ્રામ પંચાયતના તલાટી અને સર્કલ સહિત પંચાયત કર્મીઓ સ્થળ ઉપર પહોંચી આગની નુકસાની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *