રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ જિલ્લામાં આગામી ૧૫ જૂનથી 24 જૂન સુધી જાહેર વિતરણ વ્યવસ્થા ના જથ્થાનું વ્યાજબી ભાવની દુકાનો ઉપર તમામ એન એફ એસ.એસ.એ, નોન એન એફ એસ એ, બીપીએલ રેશનકાર્ડમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તેમજ રેગ્યુલર જથ્થાનું એમ બંને યોજનાનું ૧૫ જૂનથી 24 જૂન સુધી એકી સાથે વિતરણ થનાર છે.
કલેકટરશ્રી વિજય ખરાડી એ જણાવ્યું કે આ જથ્થાનું વિતરણ સુચારુ રીતે થાય તે માટે દરેક વ્યાજબી ભાવની દુકાનો ઉપર વિતરણ વ્યવસ્થા માટે ટીમોની નિમણૂક કરવામાં આવેલ છે આ ટીમો સમયસર દુકાનો ઉપર હાજર રહી વિતરણ પ્રમાણ મુજબ જથ્થો બંને યોજનાનો રેશનકાર્ડ ધારકોને અપાય છે કે કેમ તે સુનિશ્ચિત કરશે આ ટીમોના સુપરવિઝન માટે નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનો ઉપર છેલ્લો ડિજિટ ને ધ્યાને લઇ ૧ વાળાને તા.૧૫/૦૬/૨૦૨૦,૨ વાળાને ૧૬/૬/૨૦૨૦, ૩વાળાને તા.૧૭/૬/૨૦૨૦, ૪ વાળાને તા.૧૮/૬/૨૦૨૦, ૫ વાળાને તા.૧૯/૬/૨૦૨૦, ૬ વાળાને તા.૨૦/૬/૨૦૨૦, ૭ વાળાને તા.૨૧/૬/૨૦૨૦, ૮ વાળાને તા.૨૨/૬/૨૦૨૦, ૯ વાળાને તા.૨૩/૬/૨૦૨૦ અને ૦ વાળાને તા.૨૪/૬/૨૦૨૦ ના વિતરણ કરવાનું આયોજન કરાયું છે.
અન્નબ્રહ્મ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થી ઓનુ એનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે તે દરેક લાભાર્થીને સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ પુરેપુરો જથ્થો મળી જાય ને કોઈ લાભાર્થી જથ્થા થી વંચિત ન રહે તેની પણ ટીમો દ્વારા ચકાસણી કરાવવામાં આવશે. આમ જૂને 2020 ની વિતરણ વ્યવસ્થા માટે જિલ્લાના પુરવઠા તંત્ર દ્વારા કલેક્ટરશ્રી ની સુચના મુજબ આયોજન કરવામાં આવેલ છે.