રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ભારે પવન સાથે વરસાદ પડતાં છત્રવિલાસ રોડ પર વીજળી ના જીવંત વાયરો તૂટી પડતા લોકોમાં ભય ફેલાયો હતો.
લોકડાઉન માં સમગ્ર ઉનાળો પૂરો થયો બાદ હાલ ચોમાસા ની શરૂઆત માંજ વરસાદે પધરામણી કરી છે ત્યારે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં શુક્રવારે રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી.જોકે તરત લાઈટો જતા લોકો ગરમીમાં શેકાયા હતા.રાત્રે વરસાદ પડતાં દરબાર રોડ થી ભાટવાડા તરફ જતા બહુચરાજી મંદિર સામે આવેલા પીપડા નું વૃક્ષ મૂળિયા સાથે ધરાસઇ થતાં સ્થાનિકો માં ફફડાટ જોવા મળ્યો હતો.સદનસીબે રાત્રે બહુ અવર જવર ન હોવાથી કોઈ ને નુકસાન થયું નથી.ભારે પવન સાથે વરસાદ પડતાં છત્રવિલાસ રોડ પર વીજળી ના જીવંત વાયરો તૂટી પડતા લોકોમાં ભય ફેલાયો હતો અને વીજ કંપની ની કામગીરી પર લોકો માં રોશ જોવા મળ્યો હતો.અનેક જગ્યાઓ પર ફોલ્ટ થતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો અકળાઈ ઉઠ્યા હતા.શુક્રવારે રાત્રે કલાકો વીજળી બંધ રહી ત્યારબાદ શનિવારે પણ પ્રિમોન્સૂન ની કામગીરી માટે 10 કલાક વીજ પુરવઠો બંધ રખાતા વીજ કંપની ની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. રાજપીપળા બહુચરાજી મંદિર પાસે પડેલા પીપળા ના વૃક્ષ ને હટાવવા નગર પાલીકા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.