બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
આજરોજ નર્મદા જિલ્લાના કેવડીયાકોલોની નર્મદા માતાની મૂર્તિ પાસે આવેલી ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ નર્મદા એસ.પી ની સૂચનાથી પી.એસ.આઇ શ્રી કે.કે.પાઠકની અધ્યક્ષતામાં પોલીસ સ્ટાફ સાથે કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન અમુક લોકો પોતાના પ્રાઈવેટ વાહનો લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા જેઓ ની પાસે મંજૂરી પાસ ન હોવાથી તેઓને ચેકપોસ્ટ પાસે અટકાવવામાં આવ્યા હતા અને પરત મોકલી દેવામાં આવ્યા હતા જાણવા મળે છે કે કેવડિયા કોલોની ખાતે ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ પાસે મંજૂરી પાસ ન હોવાના કારણે તેઓને પણ આ ચેકપોસ્ટથી પરત રવાના કરવામાં આવ્યા હતાં જોકે કેટલાક લોકોએ પીએસઆઇ શ્રી કે.કે પાઠક ને પોતાને લાગવગ તથા સત્તાનો દુરુપયોગ કરી ઉંચી ઓળખાણના પરિચય કરાવ્યા હતા તેમ છતાં પણ પી.એસ.આઇ એકના બે ન થતા આવા લોકોને પણ ચેકપોસ્ટ થી પરત મોકલી દેવામાં આવ્યા હતા લો બોલો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા તથા સરદાર સરોવર બંધ તરફ જવા માટે લોકો મોટી મોટી લાગ વગો પણ દોડાવી રહ્યા છે આવા લોકો સરકારની નજરે કેમ ચડતા નથી? તેવી લોક ચર્ચાએ જોર પકડયું છે.