રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગતરોજ ૧૨ જૂનના દિવસે દિવમાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે તે બે કેસ મુંબઈ થી દીવ એર ઇન્ડિયાની ફ્લાઇટ મા આવેલ હતા આ બને દર્દીના રિપોર્ટ ૧૦ જુન નાં કરવામાં આવ્યા હતા અને આજે તેઓને કોરોના પોઝિટિવ નાં લક્ષણો જોવા મળ્યા હતા અા બંને લોકો સાથે આવેલ તમામ મુસાફરોને પણ કવોરન્ટેન કરવામાં આવ્યા છે અને તેઓનાં સેમ્પલ પણ આજે બીજીવાર લેવામાં આવશે દીવમાં જે ૨ કેસ પોઝટિવ નોંધાયા છે તેમને હોસ્પિટલ ખસેડાયા છે ત્યારે દીવ કલેકટર શ્રીમતી સલોની રાય દ્વારા લોકોને માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તથા સેનીટાઇઝર નો ઉપયોગ કરવા ખાસ અપીલ કરવામાં આવી હતી.