રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
ભારે વરસાદ ના કારણે નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા..
લોકડાઉન માં સમગ્ર ઉનાળો પૂરો થયો બાદ હાલ ચોમાસા ની શરૂઆત માંજ વરસાદે પધરામણી દીધી છે ત્યારે રાજપીપલા સહિત નર્મદા જિલ્લામાં વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી છે
આજે રાત્રે ભારે પવાનો સાથે રાજપીપળા માં વરસાદ વરસતા સમગ્ર પંથક માં ઠંડક પ્રસરી હતી અને નિચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયાં હતા કેટલાક લોકોએ પ્રી મોન્સૂન ની તૈયારીઓ ન કરી હોય ઘરોમાં વાછેટ આવતા પાણી ઘુસી ગયા હતા જેથી લોકો મુશ્કેલી માં મુકાયા હતા
ઉપરાંત નર્મદા જિલ્લા માં આવેલ કરજણ ડેમ તેમજ નર્મદા ડેમ માં પણ પૂરતું પાણી છે ત્યારે આગામી ચોમાસા માં વધુ પાણીની આવક થશે ત્યારે ડેમ પણ છલોછલ ભરાઈ જવાની આશા છે.
રાજપીપળા માં ભારે વરસાદ ના કારણે દરબાર રોડ નજીક આવેલ બહુચરાજી માતા મંદિર પાસે આવેલ જૂનું વડનું ઝાડ પડ્યું સદનસીબે કોઈ જાનહાની નહીં.