અમરેલી: રાજુલા તાલુકા એસ.એસ.સી બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સાંખટ સુરેશ પર શુભેચ્છાઓની વર્ષા..

Amreli

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે આવેલા બાબરકોટ ગામના રહેવાસી એવા સાંખટ કાળુભાઇ નાં સુપુત્ર સાંખટ સુરેશ ધોરણ ૧૦ માં રાજુલા તાલુકાના કુંભારીયા ગામે આવેલી ઓમ્ ઈન્ટરનેશનલ વિધા સંકુલ માં અભ્યાસ કરતો હતો ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલા એસએસસી બોર્ડ નાં પરિણામ માં રાજુલા તાલુકામાં ૯૯.૫૯ પી.આર સાથે પાસ થઈ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજુલા જાફરાબાદ સમસ્ત કોળી સમાજ તથા બાબરકોટ ગામ અને શાળા પરિવાર નું ગૌરવ વધાર્યું છે ત્યારે સામાન્ય ખેડૂત પરિવાર અને ગામડામાંથી આવતા આ વિધાર્થી એ સાબિત કરી દીધું કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. વિષમ પરિસ્થિતિમાં પણ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરી પરિવારનું નામ રોશન કર્યું તે કોળી સમાજના યુવા આગેવાન વિક્રમભાઈ સાખટ અને હિરાભાઈ સોલંકી ના બાલાભાઈ સાખટ કોળી સમાજ રાજુલા તાલુકા પ્રમુખ ગૌતમભાઈ ગુજરીયા. પ્રવિણભાઈ બારૈયા અજય શિયાળ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા સાથોસાથ આવનારા દિવસોમાં ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *