રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
રાજપીપળા : નર્મદા જિલ્લામાં સરકારે વિકાસના નામે તાલુકા અલગ કર્યા પણ તાલુકા ના વિકાસ માટે સરકાર અને સરકારી તેમ જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉતાવળીના વચલા કૃળિયામાં આર.સી.સી.રોડ બનાવવા દસ વર્ષ થી રજુઆત કરાઈ.
ઉતાવળીના વચલા કૃળિયામાં એક જાહેર રસ્તો આવેલો છે. જેની હાલત ખુબ બિસ્માર હોય આ માટે ગામ લોકો એ છેલ્લા દસ વર્ષથી આર.સી.સી.રસ્તો બનાવવા માટે માંગણી કરી રહયા છે અને છેલ્લા બે વર્ષથી તો આર.સી. સી રોડ બનાવવા માટે ની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે, છતાં આ રોડ બાબતે કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ માટે ગામના જાગૃત નાગરિક કપિલભાઈ બારીયા એ ટીડીઓને પણ લેખિત રજુઆત કરી હતી. ત્યારે ત્યાં થી પણ માત્ર આશ્વાસન જ મળતું આવ્યું હોય સરપંચ અને ટીડીઓ જાણે ખો ખો ની રમત રમી ગ્રામજનો ને હેરાન કરતા હોઈ તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. માટે આ ગામનો રોડ ન બનતા ગ્રામજનો ને અવર જવર માં ભારે મુશ્કેલી પડે છે.
સરપંચ સાથેની વાતચીત, ટૂંક સમયમાં માર્ગ બનશે : ડી.બી.ચાવડા, ટીડીઓ
આ બાબતે તિલકવાડા ટીડીઓ ડી.બી.ચાવડા સાથે વાત કરતા તેમને જણાવ્યું કે આ માર્ગ બનાવવા સરપંચ સાથે મારે વાત થઈ છે અને આ ચોમાસા પહેલા રસ્તો બની જશે.
જોકે બીજી બાજુ ગામના સરપંચ હીરાબેન બારીયા સાથે વાત કરી તો એમ જણાવ્યું કે ચોમાસા પહેલા આ રસ્તો ન બને કેમ કે આ રસ્તા માટે દરખાસ્ત મૂકી છે ટીડીઓ મંજૂરી આપે તો કામ થઈ શકે.