મોરબી : હળવદમાં લાંબા સમયથી ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવામાં પાલિકા તંત્ર નિભરતાંની હદ વટોળી દેતા અંતે આજે વેપારીઓ રોષભેર

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદમાં મેન રોડ પર પાછળના ભાગે નિભર તંત્રના પાપે ગટરના દૂષિત પાણી ભરાવવાની સમસ્યા કાયમી બની ગઈ છે. નિભર તંત્રએ આ ગટરની સમસ્યા ઉકેલવામાં હદ બહારની બેદરકારી દાખવતા લાંબા સમયથી મેન રોડ પર પાછળના ભાગે ગટરના ભરાતા ગંદા પાણી ભરાવવાની સમસ્યા ઠેરની ઠેર જ રેહતા સ્થાનિક વેપારીઓ અકળાઈ ઉઠ્યા હતા.

હળવદ માં મેન રોડ આવેલ પાછળનો ભાગ પાલિકા તંત્રની અક્ષમ્ય બેદરકારીના કારણે લાંબા સમયથી ગંદકીનું ધામ બની ગયો છે. રસ્તા પર આવેલી દુકાનો પાસે જ સતત ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે. દુકાનો પાસે ગટરના ગંદા પાણી ભરાવવાથી બેસુમાર ગંદકી ફેલાઈ છે. જોકે આ લાંબા સમયથી ગટર ઉભરાવવની ગંભીર સમસ્યા છે. અહીંયા વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાતી હોવાથી આ સ્થળે બારેમાસ ગંદા પાણી ભરાઈ રહે છે પણ પાલિકા તંત્રએ નિભરતાની હદ વટોળી દેતા આ ગંભીર સમસ્યા લાંબા સમયથી ઠેરની ઠેર જ રહી છે.

હળવદ મેન રોડ પર પાછળના ભાગે લાંબા સમયથી ઉભરાતા ગટરના ગંદા પાણીથી પ્રભાવિત થયેલા નિભર તંત્રના પાપે ઘણા સમયથી ગટરના ગંદા પાણી ભરવાની સમસ્યાઓ ભોગવી રહ્યા છે. ગટરના ગંદા પાણી ભરાવવાથી વેપારીઓના વેપાર ધંધા પર માઠી અસર થયા છે. ઘણી વખત વેપાર બધ રાખવા પડે છે. દુકાનો પાસે ગંદકી ભરાયેલી હોવાથી લોકો પણ ખરીદી માટે તેમની દુકાને આવતા નથી અને ઘરાકી પર ભારે અસર થાય છે. તેમાંય ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ બદતર સ્થિતિ થઈ જાય છે. વધુ વરસાદ પડે તો કલ્પના ન કરી શકાય તેવી મુશ્કેલી વેઠવી પડે તેમ છે. હમણાં જ સામાન્ય વરસાદમાં ગંભીર સ્થિતિ થઈ ગઈ હતી. હાલ પણ ગટરના ગંદા પાણી ભરાયેલા હોવા છતાં પાલિકા તંત્ર જરાય ધ્યાન આપતું નથી. તેમની કાયમી સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *