રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
કાશ્મીરમાં સરપંચ અજય પંડિતની નિર્મલ હત્યા કરનાર જેહાદીયો સામે કડક પગલાં લેવામાં આવે અને હવે પછી આવા બનાવ ન બને અને ભારત સરકાર દ્વારા પંડિતોની સલામતી માટે કઈ નક્કર પગલાં લેવાય તેવી માંગ કરી હતી. અને આ આવેદનપત્ર માં ઉલ્લેખ પણ કર્યો હતો કે અગાવ 1990 માં પંડિતો ને કાશ્મીર મારવા અને કાશ્મીર છોડવા મજબૂર કરેલ જે હીન કૃત્યને તાજી કરવા આ ઘટના ને સરકાર નક્કર પગલાં લઇ અને ફરી કાશ્મીરમાં પંડિતો સ્થાપિત થાય અને અલગાવવાદીયોના વિના ડરે રહી શકે તેવી સરકાર પાસે માંગ કરી હતી અને માંગરોળ બ્રાહ્મણ સમાજ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપી હત્યારાઓ ને સજા કરવાની માંગ કરી હતી.