પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નસીકપુર ગામના વતની ભરત ગઢવીએ થોડા સમય અગાઉ શહેરા તાલુકાના મીરાપુર ગામમાં ગોધરા-લુણાવાડા હાઈવે ને અડીને જ આવેલ જમીન ગોધરાના જીતુ રાવળ પાસેથી ખરીદી હતી.અને ગત શુક્રવારના રોજ ભરત ગઢવી તેના મામા સામતભાઈ ગઢવી સાથે પોતે ખરીદેલ જમીન જોવા માટે પોતાની કારમાં ગયા હતા, ત્યારે મામા-ભાણેજ જમીન જોવા માટે સ્થળ પર પહોંચી જમીન જોતા હતા તે દરમિયાન આ જમીનના મૂળ માલિક દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ બામણીયા અને તેમનો પુત્ર ધર્મેન્દ્ર બામણીયા તેમજ તેમના પરિજનોએ ધસી આવી ભરત ગઢવી તેમજ શામતભાઈ ગઢવી સાથે જમીન બાબતે તકરાર કરી હતી, આ જમીન અમોએ કોઈને વેચાણ આપેલ નથી આ જમીન અમારી છે તેમ જણાવી ભલાભાઈ બામણીયાએ ઉગ્ર બોલાચાલી કરી મારામારી કરી હતી, દરમિયાન વધુ ઉશ્કેરાયેલા ભલાભાઈ બામણીયાએ પોતાની સ્કોર્પિયો કારમાંથી ધારિયું કાઢી લાવી પ્રથમ તો શામત ગઢવીને મારી દીધું હતું, ત્યારબાદ ફરીથી સામતભાઈને ધારીયું મારવા જતા હતા, દરમિયાન પોતાના મામાને બચાવવા માટે વચ્ચે પડેલા ભાણેજ ભરત ગઢવીને ધારિયું વાગતા ગંભીર ઇજાઓ પહોંચતા ગંભીર રીતે ઘવાયેલા મામા ભાણેજના સ્વજનોને સમગ્ર બાબતની જાણ થતાં સ્વજનો દ્વારા શહેરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજા પામેલા સામતભાઈ તેમજ ભરત ગઢવીને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ભરત ગઢવીનું મોત નિપજ્યું હતું, જમીન બાબતે થયેલ તકરારમાં નસીકપુર ગામના આશાસ્પદ યુવકનું મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચવા પામી હતી, પોલીસ દ્વારા સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ૫ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં તે જ સમય દરમિયાન જિલ્લા પોલીસ વડા દ્વારા ગુન્હાને ગાંભીરતાથી લઈને પોલીસની અલગ-અલગ ટુકડી બનાવી આરોપીને શોધખોળ હાથધરી હતી, અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં આરોપી (૧) દલપત ઉર્ફે ભલા બામણીયા રહે.મીરાપુર, (૨) ધર્મેન્દ્ર દલપત બામણીયા રહે.મીરપુર (૩) લીલાબેન દલપત બામણીયા રહે.મીરાપુર (૪) હરીશ રાયજી સોલંકી રહે.હાંસાપુર તા.શહેરાની પકડી પાડીને કોરોનાના ગાઇડલાઇન મુજબ તે આરોપીને ટેસ્ટ કરવામાં આવ્યા હતા ટેસ્ટ કર્યા બાદ તમામ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.