રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના તાલુકાનાં ઝુડવડલી ગામનાં ભાવેશ અરજણભાઈ ઢસાત નામનો યુવાન બકરા ચરાવવા ઝુડવડલી ગામની સીમમાં રાજલ-વેજલ સીમમાં ચરાવવા ગયો હતો ત્યારે હાજાભાઈ પીઠાભાઈ કાળોતરા, ભગવાનભાઈ લખમણભાઈ છેલણા, દેવરાજ ઉર્ફે મનુ મેરામણ કટારા, રમેશ અરજણભાઈ બાંભણીયા સહીત ૮ લોકો લોખંડનો પાઈપ, લાકડી હથીયાર લઈ આવી ભાવેશને કહેલ કે તારી સાળી હિરલ મુન્ના મેરામણ કટારા દેલવાડા પીયર સાસરેથી રીસામણે હોય તેને તુ મનાવી પાછી સાસરે મોકલવા તારા સસરા અરજણભાઈ વાજસુરભાઈ દેલવાડા વાળાને કહે નહીતર તને જાનથી મારી નાખીશુ. તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી. હાજા પીઠા કાળોતરા, ભગવાન લખમણ છેલણાએ લોખંડનો પાઈપ માથામાં મારી તથા આરોપી દેવરાજ ઉર્ફે મનુભાઈ મેરામણ કટારા, રમેશ અરજણ બાંભણીયા સહીત ૮ લોકો લાકડી વતી હુમલો કરતા ભાવેશ બેભાન હાલતમાં પડી ગયો હતો અને સાંજે પાંચ વાગ્યા સુધી ભાવેશ બકરા લઈ પરત ઘરે ન આવતા તેના પિતા મુંઝાના સ્થળ ઉપર જતા તેના કાકાનાં દિકરા જીવાભાઈ નાથાભાઈ હાજર હતો અને ભાવેશ ખાડામાં લોહીલુહાણ પડયો હોવાનુ જણાવતા તુરંત પિતા અરજણભાઈ રામભાઈ ઢસાતએ ૧૦૮ ને બોલાવી પ્રથમ હોસ્પિટલમાં ખસેડેલ હતો. જેનો કેસ ઉના કોર્ટમાં ચાલતા સરકાર પક્ષે સરકારી એ.પી.પી. વકીલ મોહનભાઈ કે.ગોહેલે ફરીયાદી, ભોગ બનનાર તથા સાહેદ, પંચો, એસ.એસ.એલ રીપોર્ટ, પોલીસ અધિકારી, ડોકટરની જુબાની રજુ કરી આ જીવલેણ હુમલાખોરોને આકરી સજા કરવા, ઈજા પામનારને આર્થિક વળતર આપવા માંગણી કરી હતી.