રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવમાં કલેકટર કચેરીના પાછળ અને મ્યુનિ. કચેરીની બાજુમાં હોટેલ પલાસીઓની બાજુમાં આવેલ સરકારી જમીન ઉપર ઘટાદાર પીપળાનો વૃક્ષ અચાનક વાવાઝોડા અને વરસાદ વગર ધરાશાયી થઈ જતા લોકોમાં કૌતુક ફેલાયું છે.
આ ઘટાદાર વૃક્ષ ધરાશાયી બાબતે વન વિભાગ દીવ કાનુની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે અને આ અંગે પર્યાવરણ પ્રેમીઓ પણ દમણ ઉચ્ચકક્ષાએ પ્રશાસકને રજુઆત કરશે. દરીયાની બાજુમાં આ વૃક્ષ હોવાથી દરીયાઈ પક્ષીઓ પોતાનુ સેલ્ટર તરીકે ઉપયોગમાં લેતા અને હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે પીપળાનુ વૃક્ષ ૨૪ કલાક ઓકિસજન ઉત્પન્ન કરતુ હોવાથી પૂજાને પાત્ર હતું.