રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
ગુજરાતમાં પણ ચોમાસા ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે ગુજરાત ની જીવા દોરી એટલે નર્મદા ડેમ કે જેનું પાણી છેક કચ્છ સુધી પોહચાડવામાં આવે છે નહેરો મારફતે જેથી ગુજરાતમાં પાણી ની અછત સર્જાતી નથી.
ગયા ચોમાસા માં નર્મદા ડેમ માં દરવાજા બંધ કરાયા બાદ પાણી નો વિપુલ જથ્થો સંગ્રહ થવાથી હાલ ઉનાળા માં પાણી ની મોટા ભાગ ના વિસ્તારમાં સમસ્યા સર્જાઈ નથી જ્યારે હાલ મધ્યપ્રદેશ ઉપરવાસ માં વરસાદ પડી રહ્યો છે જેના ના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે.કેવડિયામાં આવેલા સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સારી થઇ છે .અને પાંચ દિવસમાં ડેમની સપાટી ત્રણ થી ચાર મીટર જેટલી વધી છે. જેથી હાલ ડેમની સપાટી 126.83 મીટર પર પહોંચી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ ડેમ માં પુષ્કળ પ્રમાણ માં પાણી નો જથ્થો ઉપલબ્ધ છે જો ઉપરવાસ માંથી સતત પાણી ની આવક થશે તો ગતવર્ષ ની જેમ નર્મદા નદી માં ભરપૂર પાણી આવશે જો સતત પાણી ની આવક થશે તો આગામી સમય માં પાવર હાઉસ ના જળ વિદ્યુત મથકો શરૂ કરાશે.