રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સાથે ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લા પોલીસની સજાગતા થી નિયમિતપણે પકડાતાં દારૂના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરો
નર્મદા એલ.સી.બી પોલીસે દેડિયાપાડા તાલુકા ના ગંગાપુર ત્રણ રસ્તા ખાતે એકટિવા પર વિદેશી દારૂ લઇ પસાર થતા યુવક ને ઝડપી પાડયો. દેડિયાપાડા તાલુકા ના ઉમરાણ ગામના યુવક ને ઝડપી રૂ. 40 હજાર નો મુદ્દામાલ જપ્ત.
નર્મદા જિલ્લા મા ખુબજ મોટા પ્રમાણ માં વિદેશી દારૂ નો વેપલો ફેલાઈ રહ્યો છે, નિયમિતપણે નર્મદા જિલ્લા પોલીસ વિદેશી દારૂ ના જથ્થા સાથે આરોપીઓ ને ઝડપી દારૂના દુષણને નાથવાની કોશિશ કરી રહી છે,પરંતુ નવ યુવાનો હવે મોટરસાઈકલો પર વિદેશી દારૂ લઇ પસાર થતા ઝડપાયા હોય યુવાનોનો દારૂ ધુસાડવા માટે કેરિયર તરીકે ઉપયોગ થાય છે કે તેઓ પોતે શોર્ટકટમા નાણાં કમાવવા વેપલો કરી રહ્યા છે એ પોલીસ માટે હવે તપાસ નો એક ગંભીર પશ્ર બની ગયેલ છે.
રાજપીપળા નગરમા વિદેશી દારૂ ના બીયર સાથે ઝડપાયો હતો,જેની ગણતરી ના કલાકો માજ અન્ય એક દેડિયાપાડા તાલુકા ના ઉમરાણ ગામ ના 24 વર્ષિય યુવાન ને દેડિયાપાડા તાલુકાના ગંગાપુર ત્રણ રસ્તા ખાતે એકટિવા પર વિદેશી દારૂ લઇ પસાર થતા નર્મદા જિલ્લા એલ.સી.બી પોલીસે ઝડપી પાડયા છે.
નર્મદા જિલ્લા એલ.સી.બી પોલીસ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. એમ .ગામીત ને બાતમી મળેલ કે એક યુવાન એકટિવા મોટરસાઈકલ ઉપર વિદેશી દારૂ લઇને આવી રહયો છે જેથી પોલીસે દેડિયાપાડા સાગબારા રોડ ઉપર પોતાની વોચ ગોઠવી હતી, બાતમી મુજબ યુવાન આવતાં તેની પુછપરછ આદરતા તેની પાસે થી નર્મદા એલ.સી.બી પોલીસે ઇગ્લીશ દારૂ ના કવાટરિયા અને બિયર ના ટીન ઝડપી પાડ્યા હતાં.યુવાનની કાયદેસરની અટકાયત કરી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી એકટિવા મોટરસાઈકલ સહિત વિદેશી દારૂ નો જથ્થો મળી કુલ રુપિયા 40,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.