રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
રાજપીપળા નાંદોદના વાવડી ગામે રહેતી પાર્વતીબેન નામની વિધવા મહીલા નજીકમા આવેલી નર્મદા હોટલમા વાસણ માંજી પોતાનુ ગુજરાન ચલાવી રહી છે. આ મહીલાના પતિનુ તા.૬/૧૦/૨૦૧૯ના કનિદૈ લાકિઅ રોજ આકસ્મિક કારણોસર મોત નીપજ્યું હતું. આ મહીલાના પતિ મહેશભાઈ વસાવા જ્યારે જીવીત હતાં ત્યારે વાવડી ગામના ચાર રસ્તા ઉપર ચાહ નાસ્તાની કનિદૈ લાકિઅ લારી ચલાવતાં અકિલા હતાં, ત્યારે એમને ત્યાં નાસ્તો કરવા આવતા એલ.આઈ.સી એજન્ટ રાજેશભાઈ કાંતિભાઈ બારીયા રહે,વાસણ ગામ તા નાંદોદના આગ્રહને કનિદૈ લાકિઅ વશ થઈને જીવન ઉમંગ નામની વિમા પોલિસી કઢાવી હતી અને તેનુ છ માસિક પ્રિમિયમ પણ અકીલા ભર્યુ હતું. ત્યારબાદ ટપાલ મારફતે વિમા પોલીસી ઘરે આવી હતી.વિમા કનિદૈ લાકિઅ પોલિસી ખોલાવ્યાના પાંચ મહીના બાદ મહેશભાઈનું આકસ્મિક રીતે અવસાન થતા તેમની વિધવા પત્ની પાર્વતીબેન વિમા પોલિસી સાથે એલ આઈ સી ઓફીસે જઈ કનિદૈ લાકિઅ વિમા ની રકમ મેળવવા માટે દાવો કર્યો હતો,વિમા ઓફીસ તરફ થી તેમને એક ફોર્મ આપ્યું હોય તેની સાથે મરણ નો દાખલો અસલ વિમા પોલિસી જમા કરાવવા જણાવતાં કનિદૈ લાકિઅ તા.૧૧/૧૧/ ૨૦૧૯ ના રોજ તમામ કાગળો જમા કરાવી દેવામાં આવ્યા હતા.ઘણાં સમય બાદ રાજપીપળા એલ.આઈ.સી તરફ થી અધિકારી તપાસ કરવા આવ્યા પણ ત્યારબાદ મહીનાઓ કનિદૈ લાકિઅ વીતી ગયા છતાં વિમા ક્લેમ ની રકમ આશ્રિત ને મળી ન હતી.
વિધવા મહીલા રાજપીપળા એલ.આઈ.સીમા આ બાબતે પુછવા જતાં તેમને ત્રણ થી ચાર ઘક્કાં ખવડાવ્યા કનિદૈ લાકિઅ બાદ ડભોઈ એલ.આઈ.સીમા તપાસ કરવા જણાવવા મા આવ્યુ.પાર્વતીબેન ડભોઈ એલ.આઈ.સી ખાતે જઈ ક્લેઈમ બાબતે પુછતાં ત્યાં તેઓ ને સંતોષકારક જવાબ મળેલ નહીં, અને કોઈક ને કોઈક બહાનાં બનાવી તેમને પાછાં મોકલી દેવામાં આવતાં જેથી કંટાળેલી વિધવા મહીલાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમા આ બાબતે ન્યાય મેળવવા ઘા કરી હતી અને એજન્ટ રાજેશભાઈ કાંતિભાઈ બારીયા અને એલ.આઈ.સી ડભોઈ ના મેનેજર વિરુદ્ધ ફરીયાદ નોંધવા માટે અરજી કરેલ છે.ત્યારે હવે જોવું એ રહ્યું કે આ વિધવા મહિલા ને ક્યારે વીમા ની રકમ મળશે.