રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારીના કારણે આખો દેશ લોકડાઉન કરવામાં આવ્યો હતો અને તેની સાવચેતી ના ભાગરૂપે ભારત દેશ ના બધા શિવાલયો દેવાલયો અને ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ પણે બંધ કરી દેવામા આવ્યા હતા અને આજે જયારે 85 દિવસના લોકડાઉન બાદ આજ રોજ સરકાર શ્રી ના આદેશ અનુસાર ગુજરાતના ઘણા ખરા શિવાલયો દેવાલયો અને ધાર્મિક સ્થળો ખુલી ગયા છે જયારે આજ રોજ સરકાર શ્રી ના આદેશ અનુસાર ગુજરાત નુ સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મંદિર પણ આજ રોજ ખોલી દેવામા આવ્યુ છે. અને અંબાજી મંદિર ખુલવાની સાથે જ યાત્રીકો જગત જનનીમાં અંબાના દર્શન કરવા આતુર બન્યા છે.
આની સાથે જ આવતા દરેક યાત્રીકો માટે માસ્ક પહેરીને આવવુ અને યાત્રીકો માટે સેનેટાઈઝ ની અને ટ્રેમપરેજર ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને દરેક યાત્રીક ટોકન લઈને અને દર્શન કરી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને હાલ પૂરતી પ્રસાદ અને રાજભોગની કામગીરી બંધ રાખવામાં આવી છે.