રિપોર્ટર: દિપક જોષી
રેલવે મા ફાટકોં પર સંરક્ષા માટે લોકો મા જાગૃતી લાવવાના હેતુથી‚ કોવિડ-19 ના નિયમોંનુ ધ્યાન રાખતા 11 જૂન‚ 2020 ના રોજ “અંતર્રાષ્ટ્રીય ફાટક જાગરૂકતા દિવસ” ની ઉજવણી કરવા મા આવી. આ અભિયાન મા ભાવનગર મંડલ ના અધિકારિયો તથા કર્મચારિયો ઉત્સાહ પૂર્વક ભાગ લિધો અને માણસ સહિત તથા માણસ રહિત ફાટકો ઓળંગવા માટે રાખવી પડતી સાવધાની તથા નિયમનુ ઉલ્લંઘન કરવાથી થતા જોખમોં માટેની જાણકારી આપવા મા આવી. સડક પર ચાલતા વાહન ચાલકોં ને શિક્ષિત કરવાના ઉદ્દેશ્યથી માણસ સહિતના ફાટકોં પર વાહન ચાલકોં ને ફાટક ઓળંગતા પહેલા રાખવી પડતી સાવધાની વિશે જાણકારી આપવા મા આવી. રેલ પ્રવાસિયોંની સાથે – સાથે રસ્તા પર વાહન ચલાવતા વાહન ચાલકોં ની સંરક્ષા માટે ફાટક પર હમેશા ઉભા રહિને બન્ને બાજુ સાવધાની પૂર્વક જોઈને‚ ગાડી દેખાતી નથી‚ તેની ખાત્રી કરિને પછી જ ફાટક ઓળંગે. ભારત “અંતર્રાષ્ટ્રીય યૂનિયન ઓફ રેલવે” નો સભ્ય દેશ છે‚ જે 11 જૂન ના રોજ અંતર્રાષ્ટ્રીય ફાટક જાગરૂકતા દિવસ મનાવેલ છે. વધુ ને વધુ લોકો મા જાગરૂકતા ફૈલાવવાના ઉદ્દેશ્યથી આ જાગરૂકતા અભિયાન જુદા-જુદા ફાટકોં પર ચલાવવા મા આવ્યું.