મોરબી: હળવદ સરકારી હોસ્પિટલમાં ભાજપના બે જૂથ વચ્ચે સાંસદ-ધારાસભ્યની હાજરીમાં તકરાર

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

ભાજપના જ બે જૂથો વચ્ચે સર્જાયેલા ડખ્ખાથી હોસ્પિટલની મુલાકાતે આવેલા સાંસદ મહેન્દ્ર મૂંજપરા પણ મૂંઝવણમાં મુકાયા..

વર્તમાન અને પૂર્વ ધારાસભ્યના બે જૂથો આપસમાં બાખડતાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો.

પક્ષ પલ્ટો કરી ધારાસભ્ય બનેલા પરસોતમ સાબરીયા અને પૂર્વ ધારાસભ્ય જ્યંતી કવાડીયા જૂથના સમર્થકો આજે હળવદ સિવિલ હોસ્પિટલે સામસામે આવી જતા બન્ને જૂથ તરફથી શાબ્દિક પ્રહારો શરૂ થતા અને જાહેરમાં વાત વણસી જતા ઉપસ્થિત સાંસદ ક્ષોભજનક સ્થિતિમાં આવી ગયા હતા.

ભાજપ માટે શરમજનક સ્થિતિનું નિર્માણ કરતી આ ઘટનાની વધુ વિગત જોઈએ તો, હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે આજે સાંસદ મહેન્દ્ર મુંઝપરા મુલાકાત માટે આવ્યા હતા. આ દરમ્યાન ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને પૂર્વ રાજ્ય મંત્રી જ્યંતી કવાડીયાના સમર્થકો વચ્ચે શરૂ થયેલી જીભાજોડીએ વરવું રૂપ લીધું હતું અને જોતજોતામાં બન્ને જૂથ વચ્ચે ધડબડાટી બોલી જતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ અને તેના સગાઓમાં નાસભાગ મચી ગઈ હતી.

હળવદ સરકારી હોસ્પિટલમાં ભાજપના બે જૂથ સામ સામે આવી ગયા સંસદ સભ્યએ હોસ્પિટલની મુલાકાત લેતા વેળાએ બંને જૂથના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હોસ્પિટલમાં ભાજપનાં કાર્યકર્તાઓએ ભવાડો કરતા લોકોમાં ભારે રોષ હળવદ તાલુકામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ સામે આવતા સુરેન્દ્રનગરના સાંસદ મુંઝપરા હળવદ હોસ્પિટલની આરોગ્ય વ્યવસ્થાના નિરીક્ષણ માટે આવ્યા હતા. આ દરમ્યાન પૂર્વ ધારાસભ્ય જ્યંતી કવાડીયા અને સીટિંગ ધારાસભ્ય પરસોતમ સાબરીયા જૂથના સમર્થકો પણ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત હતા. કોઈ બાબતે ચણભણાટ થતા બન્ને જૂથના સમર્થકોમાં પ્રથમ શબ્દિક ઉશ્કેરાટ થતા બાદમાં સમર્થકોએ એકબીજા સાથે બથોબથ આવી જતા લોકોમાં નાસભાગ થઈ ગઈ હતી.આ ઘટના લોકોમાં પણ ખાસી ચર્ચાસ્પદ બની હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *