રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામની ન્યુ એજયુકેશન હાઇસ્કુલ માં અભ્યાસ કરતી સામાન્ય કુટુંબના રિક્ષા ચાલકની દીકરી શેખ અકશાબાનુ ૯૮.૭૭% ઉચ્ચ ટકાવારી મેળવી ટ્યુશન વગર અર્થાગ મહેનત અને પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરી સમગ્ર વિરમગામ નું ગૌરવ વધાર્યું
વિરમગામ શહેરની ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ નું ૫૬.૧૬ % પરિણામ સાથે તેજસ્વી વિદ્યાર્થી વિધાર્થીઓની ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે પ્રથમ ત્રણ ક્રમાંકિત વિદ્યાર્થીને સ્કુલ સ્ટાફ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જેમાં ૯૮ .૭૭ પર્સનટાઈલ મેળવી નેપ્રથમ ક્રમે આવનાર સામાન્ય કુટુંબના રિક્ષા ચાલકની દીકરી અકશાબાનુ ઝાકીર હુસેન શેખ એ વગર ટ્યુશન અને અથાગ મહેનત અને પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરતા સમગ્ર વિરમગામ એજ્યુકેશન હાઇસ્કૂલ તેમજ મુસ્લિમ સમાજનું ગૌરવ વધારી પરિવારનું નામ રોશન કરેલ છે ત્યારે સમગ્ર પરિવારજનો એ ખુશીની લાગણી વ્યક્ત કરી સ્કુલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર શેખ અકશાબાનુ એ પણ પોતાની સફળતાનો શ્રેય શિક્ષકો તેમજ પોતાના પરિવારજનોને આપ્યો હતો.