રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
લૉકડાઉનમાં પ્રશંસનીય કામગીરી અદા કરવા બદલ ભરૂચના જિલ્લા સમાહર્તાને પ્રશિસ્ત પત્ર જમિઅતે ઉલ્માએ હિંદ દ્વારા પ્રશિસ્ત પત્ર પાઠવી સન્માનિત કરાયા હતા. લોક ડાઉનમાં લોકોને નિયંત્રિત રાખી ધાર્મિક સામાજિક સાંસારિક કર્યો સરળતાથી કરવા દેવા સાથે કાયદાનું પાલન કરાવી સમજદારી પૂર્વક સંયમ અને શાંતિથી લોકો સાથે હળીભળી જઈ પોતાની આગવી સૂઝબૂઝથી કાર્ય કરનાર ભરૂચ જિલ્લા સમાહર્તા એમ. ડી. મોડીયાને જમિઅતે ઉલ્માએ હિંદના જનરલ સેક્રેટરી અબ્દુલ કૈયુમ હક સાહેબ દ્વારા પ્રશિષ્ટપત્ર પાઠવી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મોહમ્મદ હનીફ હાસલોદી સહિત જમીઅતે ઉલમાએ હિંદના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.