રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સાથે વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી
આજરોજ અમરેલી જિલ્લા એન.એસ.યુ.આઈ તેમજ રાજુલા એન.એસ.યુ.આઈ ને સેન્ટ થોમસ તેમજ સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને સ્કૂલ માં ફી ની માંગણી નો મેસેજ તેમજ કોલ દ્વારા ઉઘરાણી કરતા હોય આ બાબતે એન.એસ.યુ.આઈ ને વાલીઓ દ્વારા ફરિયાદ મળતા એન.એસ.યુ.આઈ રાજુલા દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારી ને ટેલિફોનિક વાતચીત કરી અને આજે રૂબરૂ રજુઆત કરી અને સ્કુલ ફી બાબતમાં સત્વરે પગલાં લેવા શિક્ષણ અધિકારી સાહેબને જાણ કરી હતી. આ તકે અમરેલી એન.એસ.યુ.આઈ ના શ્રી રોહન ગોસ્વામી રાજુલા શહેર પ્રમુખશ્રી રવિરાજ ભાઈ ધાખડા અને કરણ કોટડીયા,જનક પાટડીયા,હિતેશ કુંડળીયાળા,મયલુંભાઈ ધાખડા , ઋત્વિક રાઠોડ વગેરે સાથે રહી આવેદન આપ્યું હતું.