રાજપીપળા બેન્ક ઓફ ઇન્ડિયા બહાર ગ્રાહકો માટે બાંધેલો મંડપ કાઢી નંખાતા ગરમીમાં ગ્રાહકોની દયનીય હાલત

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા

ગરમી સહન ન થતા જગ્યા પરજ જમીન પર બેસતા તેમજ લાઇનમાં ઉભા રહેલા ગ્રાહકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

રાજપીપળામાં સંતોષ ચોકડી પાસે આવેલી બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહકો માટે છેલ્લા ઘણા વખતથી મંડપ ઉભો કરવામાં આવ્યો હતો તેથી લાઈનમાં ઊભા રહેતા ગ્રાહકો ને મોટી રાહત હતી પણ હાલમાં બેન્ક સત્તાધીશોએ મંડપ કાઢી નાંખતા ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા ગ્રાહકોની દયનીય હાલત જોવા મળી રહી છે. સવારથી લાઈનમાં ઊભા રહેતા આદિવાસી વિસ્તારના ગ્રાહકો ગરમીમાં બેસવા સર્કલમાં પોતે ઊભા રહેવાને બદલે જમીન ઉપર બેસવા મજબુર બન્યા છે જ્યારે કેટલાક લાઈનમાં ઉભા હોય પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાનું જોવા મળ્યું હતું.આમ આ બેંકમાં સોશિયલ ડિસ્ટન્સના રીતસરના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.ટોળે વળતા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા ન હોય કોરોના સંક્રમણ વધવાની શક્યતા ઓ જણાઈ રહી છે.ઉપરાંત રાજપીપળા ની અન્ય બેન્ક માં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાનું વારંવાર જોવા મળવા છતાં બેરોકટોક નિયમોનું ઉલ્લંઘન બાદ પણ તંત્ર જાણે આંખે પાટા બાંધી કોરોના સંક્રમણ વધવાની રાહ જોતું લાગે છે.ત્યારે શું આ લોકોને ભગવાન ભરોસે છોડી મુક્યા હોય એમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *