રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
કોરોના જેવી ગંભીર રોગ મહામારીના સમયમાં જે પોલીસ અધિકારીઓએ પોતાના જીવ જોખમમાં મુકી લોકોના જીવ બચાવવા રાત દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવતા પોલીસ જવાનોને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
વિશ્વભરમાં હાહાકાર મચાવેલા કોરોના રાક્ષસને માત આપવા તેને હરાવા રાત દિવસ ખડાપગે પોતાની અને પરિવારની પરવા કર્યા વગર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા જેતપુરના પોલીસ જવાનો પોતાના જીવ જોખમમાં મુકી લોકોના જીવ બચાવવા રાત દિવસ જોયા વગર આ કોરોના વાઈરસના જંગની લડાઈમા જજુમી રહેલા કોરોના યોદ્ધાઓ પોલીસ અધિકારી ડી વાય એસપી સાગર બાગમાર તેમજ જેતપુર સિટી અને તાલુકા પી આઇ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ એ ફરજના ભાગ રૂપે શરૂઆતના સમયથી આજદિન સુધી જે સેવાકીય કાર્ય દિલ થી કરી એક શ્રેષ્ઠ થી કરી એક મુશ્કેલ સમયમાં જેઓ મદદ રૂપ થયા હતા
તેમજ આવી કપરી પરિસ્થિતિ માં જેતપુર ની પ્રજાજનો ને મદદગાર થયા હતા એ બદલ જેતપુર ખાતે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ જેતપુર ના તમામ કાર્યકર્તા દ્વારા તમામ પોલીસ અધિકારી ઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.