વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાઇરસ કવિડ-૧૯ ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે ભારત સરકાર દ્વારા લોકડાઉન ૧, લોકડાઉન ૨, લોકડાઉન ૩, લોકડાઉન ૪ એમ ચાર તબ્બકા ના લોકડાઉન બાદ અનલોક ૧ જાહેર કરવાં આવ્યું છે. અનલોક ૧ માં સરકાર દ્વારા અંતર જિલ્લા પરિવહન ની છૂટછાટ આપવામાં આવી છે. તેને લઇને લોકો શહેરો તરફ થી ગામ તરફ વળી રહ્યા છે. તેને કારણે ગામડાઓમાં પણ કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે.
કોરોના સંક્રમણ ના ફેલાય તે હેતુથી સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું છેલ્લા ૪ તબ્બકા ના લોકડાઉન દરમિયાન કાલોલ નગરમાં એક પણ કોરોનાના કહેર થી મુક્ત હતો પરંતુ અનલોક-૧ માં સરકાર દ્વારા છૂટછાટ આપતા લોકો શહેરો તરફ થી ગામ તરફ આવવા લાગ્યા છે.ત્યારે કાલોલ નગરમાં પણ હવે કોરોના નામક દાનવ પગપેસારો કરી રહ્યો છે.
કાલોલ નગરમાં આગાઉ કોલેજ વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાં સૌ પ્રથમ કોરોના કેસ આવ્યો હતો ૬૦ વર્ષીય જીતેન્દ્ર કુમાર કલ્યાણદાસ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ત્યાર બાદ કાલોલ શેઠ ફળીયામાં ૫૩ વર્ષીય નીલાક્ષીબેન મહેશકુમાર શેઠનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.અને ગતરોજ કાલોલના નવાપુરા વિસ્તારમાં ૭૦ વર્ષીય અશોકભાઈ ચંદુલાલ દરજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગતરોજ પોઝિટિવ આવેલ વ્યક્તિ ૩ તારીખના રોજ વડોદરા થી આવ્યા હતા ત્યારબાદ તેઓને ખાસી તથા તાવ જણાતા તેઓએ કાલોલ સી.એચ.સી ખાતે સારવાર લીધી હતી ત્યારબાદ તેઓને વડોદરા ની ગૌત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જણાતા કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર મિનેષ દોશી અને પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારી વિશાલ સક્શેના અને કાલોલ મામલતદારે કોરોનગ્રસ્ત એરિયાની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.અને કોરોના ગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવેલ ૩૦ થી વધુ વ્યક્તિઓને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે તથા કોરોના ગ્રસ્ત વ્યક્તિના ભાઈ અને તેમના ધર્મપત્ની ને ગોધરા સિવિલ ખાતે ખસેડાયા છે. અને કોરોના ગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કમાં આવેલા ૮ વ્યક્તિઓને સરકારી કોરન્ટાઇન કરવામાં આવ્યા છે કાલોલ નગરના નવાપુરા વિસ્તારના ૨૪ જેટલા મકાનોના ૭૫ વ્યક્તિઓના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તથા બફરઝોનની કાર્યવાહી ચાલુ છે.અને આરોગ્ય તંત્ર ની ૯ જેટલી ટીમોએ કન્ટેન્ટમેન્ટ એરીયાનો આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી. કાલોલ નગરમાં વધતા જતા કોરોનાના કેસો ને જોતા નગરજનોમાં ભયનો માહોલ છે. હાલ કાલોલ નગરમાં અને કાલોલ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૮ પર પહોંચ્યો છે.