રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી
રાજુલા તાલુકાના વાવેરા ગામે બ્લોક વે પેવરનુ કામ કર્યુ હતું તેમા ત્રણ ફુટ રોડને નીચે ઉતારતા પાણી ભરવા લાગ્યુ છે આ બાબતે જ્યારે રોડનુ કામ શરૂ હતુ ત્યારે પણ વાવેરા ગ્રામ પંચાયત ને રજૂઆત કરવામાં આવી હતી.આજે રાજુલા મામલતદાર સાહેબ અને વાવેરા તલાટી મંત્રી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી હિતેશભાઈ ઘાખડા દ્વારા કે તાત્કાલિક ધોરણે પાણી નો નિકાલ કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી. વરસાદનુ ગંદકી વાળુ પાણી લોકોના ઘર સુધી પોહોચતા લોકો મુકાયા મુશ્કેલી મા વરસાદ ના પાણી લોકો ના ઘર સુધી પહોચતા લોકો ચિંતામાં મુકાયા છે.હિતેશભાઈ ધાખડા એ જણાવ્યું હતું કે જો તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો અમરેલી ડી.ડી.ઓ સાહેબ ને રૂબરૂ રજૂઆત કરવામા આવશે.