રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
આજે જખવાડા ગામની અંદર આયુર્વેદિક હોસ્પિટલ ઘોડા ગામમાંથી ડૉ ચિરાગ પટેલ દ્વારા આપવામાં આવેલ ઉકાળાના પેકેટ નાખીને ઉકાળો બનાવી અને ગામમાં વિતરણ કરવામાં આવ્યું. જેમાં ગામના યુવા સરપંચશ્રી મનોજભાઈ ગોહિલ, યુવામિત્રો ગજેન્દ્રસિંહ ગોહિલ , કુલદીપસિંહ ગોહિલ , બળવંતભાઈ ઝાલા , અને ગામના યુવાનો નાં મહેનત થી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. જેનું સંપૂર્ણ આયોજન લોકમિત્ર જનક સાધુ દ્વારા કરવામાં આવ્યું. ગામલોકોએ ખૂબ ઉમંગ સાથે ઉકાળો પીધો ૨૦૦૦ લોકોને આજે ઉકાળો પીવડાવવામાં આવ્યો.