રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સાથે અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા : નર્મદા જીલ્લાના ગરુડેશ્વર તાલુકાના મોટા આંબા ગામે એક વ્યક્તિ પાસે જોયેલી યામાહા ની બાઈક મારે લેવી છે તો આંટો મારવા આપો તેમ કહી એક વ્યક્તિ બાઈક લઈ ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મોટા આંબા ગામે બનેલી ઘટના મુજબ મોટાઆંબા ખાતે રહેતા દિનેશભાઇ ગોરધનભાઇ તડવી નામના વ્યક્તિ પાસે યમાહા ફેજર મોટરસાયકલ નંબર GJ 22 J 5077 કિમત રૂપિયા ૫૦,૦૦૦/-હોય તે લઈને ઉભા હતા એ દરમિયાન ગામમાં મજૂરો લેવા માટે આવેલ શૈલેષ ઉર્ફે કાલીયો જીવરાજભાઇ ડાભી રહે. તતાણા તા.ગઢડા જી.બોટાદ એ દિનેશ તડવી ને વિશ્વાસ માં લઈને કહેલ કે મારે પણ આવી ગાડી લેવાની છે આ ગાડી કેવી ચાલે છે તે જોવા માટે મને આટો મારવા માટે આપો હુ આંટો મારીને આવુ છુ તેમ જણાવી બાઈક લઈ નાશી જઈ પરત નહીં આવતા દિનેશભાઇ એ ઘણી રાહ જોયા બાદ શોધખોળ પણ કરી છતાં બાઈક લઈ જનાર નો કોઈ પત્તો ન લાગતા ગરુડેશ્વર પો.સ્ટે.માં શૈલેષ ડાભી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.