મહીસાગર: ઇનોવેટ ફોર ઇન્ડિયા ચેલેન્જ કોવિડ-૧૯ માં મહીસાગર જિલ્લાની કિસાન માધ્યમિક વિદ્યાલયના પ્રોજેક્ટ “ફેસ શીઈલ્ડ” ની દેશના પ્રથમ ૨૫ પ્રોજેક્ટમાં પસંદગી

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના ની મહામારી માંથી પસાર થઈ રહ્યું છે ત્યારે તેનાથી બચવા માટે માત્ર બે જ ઉપાયો છે. કોરોનાની રસી વિકસાવવી જોઇએ અથવા તો આપણે કોરોના વાયરસ થી બચવું જોઈએ. કોરોના વાયરસ થી બચવા માટે આપણે માસ્ક્નો ઉપયોગ કરીએ છીએ પરંતુ માસ્ક ના ઉપયોગથી મો અને નાક નું રક્ષણ થાય છે જ્યારે આંખો દ્વારા વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે.લોકડાઉંનના સમયગાળા દરમિયાન કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા, મહીસાગર જીલ્લાના વિજ્ઞાન પ્રવાહ ના શિક્ષક નિરવકુમાર જી ત્રિવેદી અને હિતેશકુમાર વાય પટેલ ને કોરોના વાયરસ થી બચવા એક ઇનોવેટિવ વિચાર આવ્યો અને તે વિચારને સાર્થક કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા અને એ નિષ્કર્ષ પર આવ્યા કે આંખ, નાક અને મોઢા ની રક્ષા કરવી હોય તો face shield થી ઉત્તમ ઉપાય બીજો કોઈ ન હોઈ શકે જેથી અમે ફેસ શીઈલ્ડ બનાવવાનું નક્કી કર્યું. અમે બનાવેલા ફેસ શીઈલ્ડના ઉપયોગથી મો, નાક અને આંખોનું પણ રક્ષણ થાય છે.

આપણે જાણીએ છીએ કે કોઈપણ કોરોના વાયરસ સંક્રમીત વ્યક્તિ જ્યારે વાત કરતો હોય, ઉધરસ ખાતો હોય કે છીકે તો તેના મોં દ્વારા ડ્રોપ્લેટ્સ હવામાં પ્રસરતા હોય છે. આવા નાના-નાના ડ્રોપ્લેટ્સ કેટલાય સમય સુધી હવામા તરતા રહેતા હોય છે અને ત્યારબાદ તે પૃથ્વીના ગ્રેવિટેશનલ ફોર્સના કારણે નીચે જમીન પર કે નીચે રહેલ અન્ય વસ્તું પર પડતા હોય છે. જ્યાં સુધી તે હવામાં હોય ત્યાં સુધી હવાના માધ્યમથી તે માણસના આંખ,નાક અને મોં દ્વારા વ્યક્તિના સંપર્કમાં આવતા તે વ્યક્તિને સંક્રમીત કરે છે. જેથી તેને રોકવા માટે ફેસ શીઈલ્ડ ખૂબ જ ઉપયોગી નીવડે છે. એ.બી.એલ એડયુકેશન એલ.એલ.પી ઇનોવેટ ફોર ઇન્ડિયા ચેલેન્જ કવિડ-૧૯ માં અમે અમારો આ ઇનોવેટિવ પ્રોજેક્ટ સબમીટ કર્યો હતો. તેમાં દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એ પોતાના ઇનોવેટિવ આઇડિયા મુક્યા હતા જેમાં દેશમાં જુદા જુદા રાજ્યો માંથી અનેક આઈડિયા આવ્યા હતા. ગુજરાત રાજ્યના મહિસાગર જિલ્લાની કિસાન માધ્યમિક વિદ્યાલય ના શિક્ષક નિરવકુમાર જી ત્રિવેદી અને હિતેશકુમાર વાય પટેલ નું ઇનોવેશન “ફેસ શીઈલ્ડ” દેશના પ્રથમ 25 ઇનોવેશનમાં પસંદગી પામેલ છે.

આ ફેસ શીઈલ્ડ બનાવવા માટે અમે પેપર લેમિનેશન સીટ (ટ્રાન્સફરન્સી સીટ), ઇલાસ્ટિક, સ્પંચ,ફેવીક્વિક વગેરેનો ઉપયોગ કર્યો. સૌપ્રથમ 9 ઈંચ જેટલી પહોળાઈનું અને 12 ઈંચ જેટલી લંબાઇ ધરાવતી પેપર લેમિનેશન સીટ માં આપણે જે નામનું લેબલિંગ કરવું હોય તેને એક ઇંચ પહોળાઇ અને 11 ઈંચ લંબાઈની પટ્ટી પર પ્રિન્ટ કરી તેને લેમિનેશન સીટ ની વચ્ચે ઉપર તરફ મૂકી લેમિનેશન કરવામાં આવે છે ત્યારબાદ 1.25 ઈંચ જેટલી પહોળાઈનું અને 12 ઈંચ જેટલી લંબાઇ નું ઇલાસ્ટિક ફીટ કરવા માટે બંને બાજુ કટર દ્વારા સ્લોટ બનાવવામાં આવે છે અને તેમાંથી ઇલાસ્ટિક ને પસાર કરી બંને બાજુ ફેવીસ્ટીક દ્વારા ચોટાડી દેવામાં આવે છે. સ્પંચ નો 1 ઇંચ જાડાઇ, 1.5 ઇંચ પહોળાઇ અને 11 ઈંચ લંબાઇનો ટુકડો કાપી તેને લેબલિંગના પાછળના ભાગમાં ફેવીક્વિક દ્વારા ચોંટાડી દેવામાં આવે છે . નીચે તરફના કોર્નરમાં 6 સેન્ટીમીટર બંને તરફ માર્કિંગ કરી કરી ગોળ બનાવવામાં આવે છે. આમ ખૂબ સરળતાથી ફેસ શીઈલ્ડ બનાવી શકાય છે આ ફેસ શીઈલ્ડ બનાવવાનો અંદાજીત ખર્ચ માત્ર પાંચ રૂપિયા છે.આ ફેસ શીઈલ્ડને સેનેટાઇઝ કરી તેનો ઉપયોગ ફરીથી પણ કરી શકાય છે.

વિજ્ઞાન, ટેક્નોલોજી, ઇનોવેશન અને નવતર પ્રયોગ માટે સદાય શિક્ષકોના પ્રેરણાસ્ત્રોત એવા ઓ.કે.સી સંકુલના પ્રમુખ મૌલિક કે પટેલ દ્વારા આ પ્રોજેક્ટ ને બનાવવા માટે સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. ઓ.કે.સી સંકુલ પરિવારજનો તેમજ સંકુલના પ્રમુખ મૌલિક કે પટેલ દ્વારા આ પ્રોજેક્ટ બનાવવા તેમજ સામાજિક કાર્યમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *