રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝિટીવ કેસના સારવાર હેઠળના એક દરદી સાજા થતાં આજે રજા અપાઇ
જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટિવ કેસના ૫ દરદી સારવાર હેઠળ છે.
રાજપીપળા: રાજપીપળા આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા પાસે વાગડીયા સાઈટ પર એલ એન્ડ ટી કંપનીમાં કામ કરતાં ૨૫ વર્ષિય સરજુ ભાઈ સુરેશભાઈ વિષકરમા આજે સાજા થતાં તેમને હોસ્પિટલ માંથી રજા અપાઇ હતી, ત્યારે સાજા થઈને પોતાના ઘરે જઈ રહેલાં આ દરદીને મેડિકલ સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી.જિલ્લામાં આજદિન સુધી નોધાયેલા કુલ-૨૩ પોઝિટિવ કેસો પૈકી સાજા થયેલા કુલ -૧૯ દરદીઓને રજા અપાઇ છે.આમ,હાલ નર્મદા જિલ્લામાં કુલ- ૫ દરદીઓ સારવાર હેઠળ છે.
તદઉપરાત ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા તમામ ૩૮ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. આજે ૪૦ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા છે.