રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
માર્ચ 2020 માં લેવાયેલ એસ.એસ.સી. પરીક્ષાનું પરિણામ જાહેર થયું. તેમાં બોર્ડનું 60.64 % , મહીસાગર જિલ્લાનું 55.65 % , લુણાવાડા કેન્દ્રનું 75.11 % પરિણામ આવ્યું જેમાં અત્રેની શાળાનું પરિણામ 98.33 % આવેલ છે. અત્રેની શાળાની વિદ્યાર્થિની માછી કેયા મનુભાઈએ મહીસાગર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમજ જિલ્લામાં દ્વિતીય સ્થાન પણ શાળાની વિદ્યાર્થીની જોષી પૃથ્વી રાજેન્દ્રકુમારે પ્રાપ્ત કરેલ છે. પ્રથમ ત્રણ વિદ્યાર્થીના નામ નીચે મુજબ છે.
1.માછી કેયા મનુભાઈ
570 મેળવેલ ગુણ
95%
99.99 પર્સન્ટાઇલ (PR)
જિલ્લામાં પ્રથમ
2.જોષી પૃથ્વી રાજેન્દ્રકુમાર
569 મેળવેલ ગુણ
94.83%
99.99 પર્સન્ટાઇલ (PR)
જિલ્લામાં દ્વિતીય
3.પારેખ મીત વિમલકુમાર
555 મેળવેલ ગુણ
92.50%
99.93 પર્સન્ટાઇલ (PR)
શાળામાં તૃતીય
મહીસાગર જિલ્લામાં A1 ગ્રેડમાં કુલ 23 વિદ્યાર્થીઓ પૈકી આદર્શ વિદ્યાલયના કુલ 13 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં સ્થાન ધરાવે છે. સમગ્ર આદર્શ પરિવાર નંબર પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.સતત નવમા વર્ષે જિલ્લામાં પ્રથમ સ્થાન શાળાએ પ્રાપ્ત કરેલ છે. ગત વર્ષે રાજ્યમાં પ્રથમ સ્થાન શાળાએ પ્રાપ્ત કરેલ છે.