રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
ભરૂચ શહેરમાં ચોમાસાના આગમને નગરપાલિકાએ એક્સનમાં આવી જર્જરિત મકાનોને નોટીશ આપી હતી. હાલ ચોમાસાની ઋતુ નું આગમનની આલબેલ વાગી રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ સતર્ક બની જવા પામી છે અને શહેરમાં આવેલી જર્જરિત ઈમારતોને નોટીશ અપાઇ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ નગર પાલિકા દ્વારા ૩૨૦ જેટલી જર્જરિત ઇમારતોને નોટિસ અપાઈ છે. ચોમાસામાં કોઈ હોનારત ન સર્જાય માટે જર્જરિત મકાનો ઉતારી લેવા અપીલ કરાઈ હતી