ગાંધીનગરઃ વિશ્વભરમાં જીવલેણ કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ અનેક રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે આઠ વાગ્યે કોરોના વાઈરસને લઇને રાષ્ટ્રને સંબોધન કરવાના છે. આ સાથે જ શુક્રવારે બપોરે 4 વાગ્યે દેશના તમામ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ થકી ચર્ચા કરશે.
ગુજરાતમાં હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી
ભારતમાં કોરોનાના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને અનેક રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે અગમચેતી પગલા ભરવાના કારણે ગુજરાતમાં હજુ સુધી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. શંકાસ્પદ જણાતા દર્દીઓને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવે છે અને જરૂરી તબીબી તપાસ હાથ ધરવામાં આવે છે, જેથી કોરોનાથી ગુજરાતે સુરક્ષિત રાખી શકાય. આ સાથે જ ગુજરાત સરકાર તરફથી જાહેર કાર્યક્રમો ન કરવા અને મેળાવડો ન કરવા માટે પણ જનતાજોગ અપીલ કરવામાં આવી છે અને શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે હાલ પુરતા આદેશ આપવામાં આવ્યા છે.