રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સાથે અંકુર ઋષી,રાજપીપલા
કેવડીયા કોલોની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી સુરક્ષા સામે ઉઠતા સવાલ
વિશ્રવ પરસિધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ફ્લાવર ઓફ વેલી ખાતેથી પાણી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટર ની ચોરી થયાં ની પોલીસ ફરિયાદ કેવડીયા કોલોનીના પોલીસ મથકમાં નોંધાતાં સહુથી સલામત અને સુરક્ષિત એવાં વિસ્તારમાં ચોરી થતાં સટેચયુ ઓફ યુનિટી સહિત ડેમની સુરક્ષા સામે પણ સવાલ ઉભાં થઇ રહયા છે.
પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર સટેચયુ ઓફ યુનિટી પાસે જ આવેલા ફલાવર ઓફ વેલી ખાતે છોડવાની માવજત અને તેને પાણી પીવડાવવા માટે સાડા સાત હોર્સ પાવરની મોટર નર્મદા નદીના કિનારે પાણી ખેંચવા માટે ખુલ્લામા ગોઠવી હતી આ મોટર કોઇક અજાણ્યા ચોર તયાથી ચોરી કરી ને લઇ જતા વન વિભાગ હસ્તક ફલાવર ઓફ વેલીની કામગીરી થતી હોય સુરક્ષાની દૃષટીએ સલામત ગણાતા વિસ્તારમાંથી ચોરી થતાં સહુ અચંબામાં પડ્યા હતા.
વન વિભાગ માં ફરજ બજાવતા કર્મચારીએ આ બાબતે કેવડીયા કોલોનીના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોટર ની ચોરી કરનારા તત્વો ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.