રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
જેના લીધે જગતના તાત અને મૂંગા પશુઓને પીવાના પાણીની પડી રહી છે મુશ્કેલી
ગીર ગઢડા તાલુકાના છેવાડાના ગામો નીતલી, વડલી, સોનારીયા જેવા ગામો માં ખેડૂતોને ખેતી માટે પૂરતો વીજ પુરવઠો પણ મળતો નથી.વીજ પુરવઠો પૂરો ન મળતાં ખેડૂતો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા ની શરૂઆત વહેલી થતાં અને ભારે વરસાદ પાડવા ના કારણે ખેડૂતોને પડ્યા ઉપર પાટુ પડ્યું છે.અને કુદરત પણ નારાજ હોય તેવું લાગી રહ્યું છે.ખેડૂતોનો ઊભો પાક હાથ માંથી પલળી ગયો. જીવન નિર્વાહ કરવા માટે એકમાત્ર આશરો પશુ પાલન થી દૂધ વ્યવસાય નો જ હોય જેમાં પણ હાલ ખેડૂતોને વાડી માં મળતો વીજ પુરવઠો પી.જી.વી.સી એલ દ્વારા આઠ કલાક પણ પૂરતો આપવામાં આવતો નથી તેમજ કોલ રીસીવ પણ થતાં નથી જેથી મૂંગા પશુઓ માટે પીવાના પાણીના કુંડા ભરવા પણ શક્ય નથી થતાં. જે બાબત ની ગંભીરતા ને લઇ ને જાગૃત નાગરિક વિનોદભાઈ બાંભણીયા દ્વારા ખેડૂતોને વાડી વિસ્તાર માં પૂરતો વીજ પુરવઠો પૂરો પાડવા અંગે રજૂઆત કરવામાં આવી.