રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવના નાગવામાં બ્યુટીફીકેશન પ્રોજેકટનુ કામ ચાલુ છે. લોકડાઉનમાં કોન્ટ્રાકટર અને શ્રમીકો પોત-પોતાના ઘરે ગયેલ હોવાથી કન્સ્ટ્રકશન સાઈટ ઉપર રેતી, પથ્થર, વાંસ, સીમેન્ટ, ગ્રેનાઈટ વગેરે માલ સામાન પડેલ હતો. જેની ચોરી થઈ હોવાની બાતમી મળતા દીવ એસ.પી.હરેશ્વર સ્વામી, ડી.વાય.એસ.પી. રવિન્દર શર્મા, પી.આઈ. પંકજ ટંડેલ વણાંકબારા એસએચઓ દિપક વાજા વગેરે ઘટના સ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધરતા લોકોના ઘરો, ખેતરોમાંથી ત્રણ ટ્રેકટર જેટલો માલ સામાન પકડી પાડયો જેના અનુસંધાને પોલીસે નવ શખ્સોની અટકાયત કરી જેને કોર્ટમાં રજૂ કરતા ૬ શખ્સોને જ્યુડી.કસ્ટડી અને ૩ શખ્સોની રીમાન્ડ મળેલ છે. કેસની તપાસ એસએચઓ પી.એસ.આઈ. દિપક વાજાના માર્ગદર્શનમાં પીએસઆઈ ભરત પરમાર તપાસ કરી રહેલ છે.