રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
એકજ દિવસમાં ચાર કેસ નોંધાતાં – તંત્ર હરકતમાં આવી ગયું.
વિશ્વવ્યાપી દેશોમાં કોરોના વાઈરસ હજુ શાંત પડ્યો નથી, કોરોના વાયરસે હવે ભારતમાં મોટી સંખ્યામાં તરખાટ મચાવવાનું શરૂ કરી દીધું છે. કોરોના વાઈરસ હવે ધીમે ધીમે ગંભીર સ્વરૂપે ફેલાતો જોવા મળે છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસે ફફડાટ ફેલાવી દીધો છે ત્યારે અમદાવાદ જિલ્લામાં હજુ સુધી માત્ર માંડલ તાલુકો એવો હતો કે જ્યાં કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં નહોતું. પણ આજ તા.9 જૂનના રોજ સવાર સવારમાં જ એક સાથે એક પછી એક એમ કુલ 4 કેસ નોંધાયા હતાં. આજના ચાર કેસમાં માંડલના પાર્શ્વનાથ સોસાયટીમાં રહેતાં અને ચબૂતરા ચોકમાં ફરસાણની દુકાન ચલાવતાં શેઠ મનીષભાઈ મનુભાઈ ઉ.વ.56, બીજા કેસમાં મંડલી હરિભાઈ ઉ.વ.આશરે 62, ત્રીજો કેસ વાઘેલા ચેતનાબેન ગૌતમભાઈ ઉ.વ.27 તથા ચોથો કેસ માંડલ શક્તિ સરાફી સહકારી બેંકના કેશિયર હિમંતભાઈ ઠાકરશીભાઈ ઉ.વ.39 આમ કુલ ચાર કેસ નોંધાતાં આજ માંડલ ગામમાં ફફડાટ ફેલાયો હતો. આમ કુલ 2 ડઝન લોકોને હૉમક્વોરનટાઈન પણ કરવામાં આવ્યા હતાં. આજે માંડલ ગામમાં સતત આરોગ્યની ટીમ દોડવા લાગી હતી જ્યાં કેસો આવ્યા તેવા તમામ વિસ્તારમાં સેનીટાઇઝર અને વિસ્તાર સંપૂર્ણપણે સીલબંધ કરાયો હતો.